ભુજ શહેરમાં મોલીવાડી મસ્જિદની બાજુમાં પતરાની કેબિનમાં વરલીમટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
તા : ૨૧.૫.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં આવેલ મોલીવાડી મસ્જિદની બાજુમાં પતરાની કેબિનમાં મહમદ જુમા ગગડા (ઉ.વ-૩૫) વાળાએ જાહેરમાં ગે.કા. રીતે માણસો પાસે પૈસા લઈ બોલપેનથી આંકડો લખી વરલીમટકાનો જુગાર રમી રમાડી રૂ. ૧૧૬૨૦/- તથા બૉલપેન તેમજ આંકડા લખેલું પાનું તથા એક વીવો કંપનીનો જૂનો એન્ડ્રોઇડ મોબાઈલ કિ.રૂ. ૧૦૦૦/- મળી કુલ્લ રૂ.૧૨,૬૨૦/- નો વરલીમટકાનો જુગાર રમી રમાડી મુદ્દામાલ સાથે ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.