લોકો આત્મનિર્ભર બને અને સ્ત્રી સશ્ક્તિકરણ બાબતે પણ સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બહેનો પગભર થઈ આત્મનિર્ભર બને અને એમને આજીવિકાનું સાધન મળી રહે તથા બહેનો માં રહેલા કલા કૌશલ્યને યોગ્ય માર્ગ દર્શન મળે તેવા ઉમદા હેતુ સાથે સ્કીલ ડેવલપમેન્ટનું જન શિક્ષણ સંસ્થા અને મસ્કા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે બહેનો માટે બ્યુટી પાર્લર,સીવણ,વર્ક, મહેંદી,નેલ આર્ટ,જેવા અનેક ક્લાસિસ ચલાવી બહેનો ને માર્ગદર્શન અપાયું તથા તાલિમ મેળવી ચૂકેલી બહેનો ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મસ્કા,માંડવી,બાગ અને ગુંદિયાલી સહિતની આજુબાજુ વિસ્તારની બહેનો બહોળી સંખ્યામાં જોડાઈ હતી. આ સાથે સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરી સફાઈનું મહત્વ સમજાવી સ્વચ્છતા જાળવવા ઉપસ્થિત સર્વે લોકો એ સપથ પણ લીધા હતા,
આ પ્રસંગે મસ્કા સરપંચ કિર્તી ગોર, નાયબ મામલતદાર ગોહિલ સાહેબ, તાલુકા પંચાયતના શિલ્પા બેન,આરોગ્ય વિભાગના જવાહર ભાઈ, તાલુકા પંચાયતના ગરવા ભાઈ તલાટી અનિલ પટેલ ચંદુભાઈ, રેખાબેન,સંસ્થાના સાલમાબેન ઉપસ્થિત રહ્યા હતા.