દુધઇ પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ્લ કી.૨૪,૯૧,૦૦૦/- નુ મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે. આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ સૌરભ તોલંબીયા સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોઇ જેથી એલ.સી.બી.ની.ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે દુધઇ પોસ્ટે. વિસ્તારમાં ટપ્પર ગામની સીમમા આવેલ નારણભાઇ ભચાભાઇ વરચંદની વાડીના સેઢાની બાજુમાં રેઇડ કરી અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કુલ્લે કી.૨૪,૯૧,૦૦૦/- નુ જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી દુધઇ પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.