કરછ મા આગામી દિવસો મા આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજાશે

d6fd81fa-ebb8-42de-8a5d-a7f847a0b74d

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત મા જન સંવેદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસી મા કરછ ની ધીગી ધરા પર ૨૨ જુલાઈ થી ૨૪ જુલાઈ ત્રણ દીવસીય કાર્યક્રમ નું આયોજન કરવામા આવેલ છે.જેમાં ઐતીહાસીક અંજાર શહેર મધ્યે આવતા ૨૪ જુલાઈ સવારે શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજવાડી રામનગર મધ્યે જન સંવેદના કાર્યક્રમ મા કોરોના ને કારણે અવસાન પામેલા લોકો ને પ્રથમ શ્રદ્ધાંજલી અર્પણ કરવામા આવશે ત્યાર બાદ લોકો ને સાંત્વના તેમજ કોરોના કાળ મા પડેલ વેદના જાણવા પ્રયત્ન કરવામાં આવશે. આપ ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલીયા, ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ,આપ નેતા ઈસુદાન ગઢવી,મહેશભાઈ સવાણી,પ્રવીણભાઈ રામ,ભેમાભાઈ ચૌધરી,રમેશભાઈ નાભાણી સહીત ના નેતાઓ પધારશે.ઐતીહાસીક અંજાર શહેર જગ પ્રખ્યાત જેસલ તોરલ ની સમાધીએ શીશ નમાવી જન સંવેદના કાર્યક્રમ યોજવામા આવશે.કોરોના કાળ મા અવસાન પામેલ સ્વજનો ના પરિવાર જનો ને પધારવા તેમજ તેમના ઘરે થી અડધી મુઠી માટી,અવસાન પામેલ વ્યક્તિ નો ફોટો સાથે લઈ આવવા પૂર્વ કરછ જિલ્લા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારા એ અખબારી યાદી દ્વારા જણાવેલ છે.