બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે એલ&ટી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતેના એકમ માટે ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે

યુવા શક્તિ સપ્તાહની ઉજવણી નિમિતે બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૨૬/૦૭/૨૦૨૧ (સોમવાર)ના રોજ ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૮ પાસની લાયકાત અથવા આઈ.ટી.આઈ પાસની તકનિકી લાયકાત ધરાવનાર પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે એલ&ટી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતેના એકમ માટે ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રસ્તુત ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૮૪૯ ૨૭૧૩૧૫ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતી મેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/1hQaRJ1nNKRKwePL8  મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.૨૬/૦૭/૨૦૨૧ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.