ગઢડા ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ – ૨૦૨૧ અન્વયે તા:૦૨/૦૮/૨૦૨૧ સુધી પ્રવેશ ફોર્મ ઓન લાઇન ભરી શકશે

ગઢડા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ગઢડા ખાતે ઓગસ્ટ – ૨૦૨૧ મા એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાથીઓએ તા.૦૨/૦૮/૨૦૨૧ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી તા.૦૩/૦૮/૨૦૨૧ સુધીમાં રૂ.૫૦/- રજિસ્ટ્રેશન ફી સાથે જમા કરાવવાનું રહેશે. આ સંસ્થા ખાતે કોપા, વાયરમેન, ફીટર, મિકેનિકલ ડીઝલ, ટુ વ્હીલર ઓટો રીપેરરના ટ્રેડ ચાલુ છે જેની સર્વોએ નોંધ લેવી તેમજ વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, હરીપર રોડ, ગઢડા ખાતે સંપર્ક કરવાનો રહેશે.