આઈ.ટી.આઈ રતનાલ ખાતે વ્યવસાયિક કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવાઈ

રતનાલ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૧માં વ્યવસાયિક કોર્ષ (ફીટર, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, કોમ્પુટર હાર્ડવેર એન્ડ એએમપી નેટવર્ક મેન્ટેનન્સ, સુઈંગ ટેકનોલોજી) માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા:- ૦૨/૦૮/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. જેથી ધોરણ: ૮-૯-૧૦ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે એડમિશનની પ્રક્રિયા માટે આઈ.ટી.આઈ રતનાલ ખાતે રૂબરૂ હાજર રહેવા શ્રી સી.બી.દાવડા આચાર્યશ્રી,ઔધોગિક તાલીમ સંસ્થા, રતનાલ(કચ્છ દ્વારા)જણાવવામાં આવે છે.