આઈ.ટી.આઈ રાપર ખાતે વ્યવસાયિક કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવાઈ

આચાર્ય આધોગિક તાલીમ સંસ્થા રાપરની અખબાર યાદી જણાવે છે કે આઈ.ટી.આઈ રાપર ખાતે એડમીશન-૨૦૨૧માં વ્યસાયિક કોર્ષ (ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફીટર, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા આર્મેચર મોટર રીવાઈડીંગ)માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા:૦૨/૦૮/૨૦૨૧ સુધી લંબાવવામાં આવે છે તથા ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ:૦૩/૦૮/૨૦૨૧ સાંજે ૦૫:૦૦ કલાક સુધી છે. જેથી ધો-૮-૯-૧૦ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે આઈ.ટી.આઈ રાપર ખાતે રૂબરૂ હાજર રહેવા આચાર્ય/એક્ષ- ઓફીસીઓઔદ્યોગિક તાલીમ સંસ્થા- રાપર દવારા જણાવવામાં આવે છે.