રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો નકલી ડોક્ટર

આજીડેમ પાસે દવાખાનું ન હોવાથી શરૂ કર્યું હતું પોતાનું દવાખાનું. ગત વર્ષે રાજકોટ પોલીસે ઝડપી પાડયા હતા આઠ બોગસ ડોક્ટર ખાનગી હોસ્પિટલનો કમ્પાઉન્ડર બન્યો બોગસ ડોક્ટર. આપ જે વ્યક્તિને જોઇ રહ્યા છો આ વ્યક્તિનું નામ છે વિમલ સીતાપરા. વિમલ સીતાપરા માત્ર ૧૨ ચોપડી જ પાસ છે. આરોપીએ 5 વર્ષ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરી રહ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં તે રાજકોટની નામાંકિત હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી વિમલ સીતાપરા છેલ્લા 5 વર્ષથી આજીડેમ વિસ્તારમાં દવાખાનું ખોલીને દર્દીઓને તપાસવાનું કામ કરતો હતો. પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે આરોપી વિમલ સીતાપરા કોઈપણ જાતની ડૉક્ટરની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિમલ સીતાપરાના દવાખાને રેડ પાડતા તેના દવાખાનેથી ઇન્જેક્શન દવાઓ સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજકોટ SOG અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ૪ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો સાથે જ અન્ય પોલીસ સ્ટેશન દ્વારા ૪ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ રાજકોટ પોલીસ દ્વારા ચાલુ વર્ષે આઠ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હજુ પણ ગણ્યાગાંઠ્યા બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.રીપોટર મહિડા ચીમન શાપર વેરાવળ રાજકોટ