ભુજ શહેરમાં આવેલ ઇન્જીનીયરીંગ કોલેજ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ મોત અને એકને નાની મોટી ઇજાઓ થતાં ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો
ભુજ શહેરમાં આવેલ ઈન્જીનીયરીંગ કોલેજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીરઅકસ્માત સર્જાયો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર બે યુવાનો ધર્મેશ વીરાભાઈ અને ગોપાલભાઈ આ બંને યુવાનો પોતાની બાઇક ઉપર ઇન્જીનીયરીંગ કોલેજમાં પરીક્ષા આપવા જઇ રહ્યા હતા ત્યારે સામેથી ટ્રક ચડી આવતા ગમખ્વાર અકસ્માતમાં ધરમેશભાઈ હીરભાઈનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજયું હતું અને ગોપાલભાઈને નાની મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જાણવા મળતી વિગત અનુસાર ગુનો ટ્રક ચાલકનો હતો જે પોતાનો ટ્રક જેમતેમ ચલાવી રહ્યો હતો . આગદની તપાસ ભુજ બી ડિવિઝન ચલાવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.