નખત્રાણા તાલુકાના ખેડૂતો સાથે છેતરપીડી કરી નાશી જનાર આરોપીને બેંગલોર ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

તા.૧૪/૦૭/૨૦૨૧ના રોજ નિરોણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બીબર, ચંદ્રનગર, નિરોણા, વગ, અમરગઢ, ઓરીરા, પાલનપુર (બાડી) વિગેરે ગામોના ખેડુતો પાસેથી ઉંચા ભાવે એરંડાના પાકની ખરીદી કરી ખેડુતોને પૈસા નહી ચુકવી લાખો રૂપીયાની ઠગાઇ કરી નાશી જનાર આરોપીઓ શૈલેષ સ/ઓ નટવરભાઇ ઉર્ફે નાનજી નાકરાણી, રહેમંગવાણા, તા.નખત્રાણા તથા સુરેશ ભીમાભાઇ રબારી, રહેમાધાપર, તા.ભુજ વાળાઓ વિરૂધ્ધ નિરોણા પોલીસ સ્ટેશન ખાતે નખત્રાણા તાલુકાના ગામોના ખેડૂતો દ્વારા અલગ અલગ કુલ – ૬ ફરીયાદો દાખલ કરાવવામાં આવેલ.જેથી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સદરહુ ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ સદરહુ ગુનાઓની તપાસો પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા એલ.સી.બી.ને કરવા હુકમ કરેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એન.યાદવ સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ.શ્રી એચ.એમ.ગોહિલ સાહેબ તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી બી.એમ.ચૌધરી સાહેબ તેમજ નિરોણા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી ડી.એ.ઝાલા સાહેબની રાહબારી હેઠળ અલગ અલગ ટીમો બનાવી હયુમન સોર્શીશ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે ઉપરોકત ગુના કામેના મુખ્ય નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા.દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ આધારે સદર ગુના કામેનો નાસતો ફરતો આરોપી શૈલેષ નાકરાણી પ્રથમ ખેડા જિલ્લામાં અજુપુરા ગામ ખાતે બાદ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે અને ત્યારબાદ બેંગલોર ખાતે હોવાની માહિતી મળેલ જે હકીકત અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો. ઇન્સશ્રી એસ.જે.રાણા સાહેબની રાહબારી હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજની ટીમ તાત્કાલીક બેંગલોર ખાતે તપાસમાં જઇ તપાસ કરતા સદરહુ ગુનાનો મુખ્ય નાસતો ફરતો આરોપી શૈલેષ નાકરાણી બેંગલોર શહેરના ગોપાલપુરા વિસ્તારમાં આવેલ સુર્યા રોયલ પી.જી. ખાતે રોકાયેલ હોવાની હકીકત આધારે સુર્યા સેયલ પી.જી. ખાતે તપાસ કરતા સદર ગુના કામેનો મુખ્ય આરોપી શૈલેષ નટવરભાઇ નાકારણી મળી આવતા હસ્તગત કરી આરોપીની વધુ પુછ-પરછ કરી આરોપી વિરૂધ્ધ પુરાવા મેળવી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.