અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા વિવિધ ૫૦ કોર્ષનું આયોજન

અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ ભુજ દ્વારા નોકરીદાતાઓની માંગ અનુસાર ટેકનિકલ ક્ષેત્રમાં સ્કિલ ધરાવતા યુવાનો મળી રહે અને બીજી તરફ યુવાઓને રોજગારી પણ મળતી થાય એ માટે સ્કિલમાં લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમની નવતર પધ્ધતિ અપનાવીને ૫૦ જેટલા ઓનલાઈન અને ઓફલાઇન કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. ચાર મહિના માટે જુદા જુદા કોર્ષમાં ડોમેઈન(નોકરીને લગતા) અને નોન ડોમેઈન(કૌશલ-સ્કિલમાં વધારો કરતાં) નો સમાવેશ કરી દરેક કોર્ષની થીયરી ઓનલાઈન અને પ્રેક્ટિકલ ઓફલાઇનથી આપવામાં આવે છે. આ કોર્ષમાં મહત્વના કહી શકાય તેવા પોર્ટને લગતા જેમ કે, મરીન, સેફ્ટી, હોસ્પિટલ માટે જી.ડી.એ. વિગેરેનો સમાવેશ થાય છે જ્યારે સ્પીકિંગ કોર્ષમાં ઇંગ્લિશની સ્કીલમાં વધારો થાય છે. અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ મુંદ્રા- ભુજના મેનેજર સાગર કોટકે જણાવ્યુ હતું કે, જુદા જુદા ૫૦ કોર્ષમાં ડોમેસ્ટિક, ડેટા એન્ટ્રી, જી.એસ.ટી. વિથ ટેલી, જુનિયર ઓપરેટર ક્રેન, રિટેઈલ સેલ્સ, એસોસિએટ, સેલ્ફ એમ્પ્લોઈડ ટેઇલર, સોલાર પી.વી.ઈન્સ્ટોલર, વેલ્ડિંગ ટેક્નિક, વિગેરે રોજગારી માટે અત્યંત ઉપયોગી છે. આ સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા ચાર મહિનાના કોર્ષ માટે ૭૦ ટકા ડિસ્કાઉંટ સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અભ્યાસ સમાપ્તિના આ અદાણી તે સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા જ નોકરીદાતાઓને સંપર્ક કરી રોજગારી માટે પરામર્શ કરવામાં આવે છે. આ તમામ ૫૦ કોર્ષ માટે તેમજ ભાવિ અન્ય આયોજન અને જરૂરી માહિતી માટે ભુજ સ્થિત કોર્ડિનેટર નીરવ લેઉવાનો ૯૦૯૯૯ ૬૦૨૫૦નો સંપર્ક સાધવા જણાવ્યુ છે.