ભુજ શહેર માં આવેલ ઇંજિનિયરિંગ કોલેજ પાસે અવાર નવાર અકસ્માતો સર્જાય છે તંત્રત્ દ્વારા સ્પીડ બ્રેકર લગાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી

સમગ્ર કચ્છ જિલ્લા માં આપણે જોવા જઇયે તો અકસ્માતોના ઘણા એવા કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે આપણે વાત કરીએ સ્પીડ બ્રેકરની તો હાલમાં જ્યાં જરૂરિયાત વાડી જગ્યાઑ હોય છે ત્યાં સ્પીડ બ્રેકર લગાડવામાં નથી આવતા જેના લીધે આ વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આપણે વાત કરીએ ગઈ કાલની તો ગઇકાલે તા.28/05/2018 ના રોજ સાંજે ભુજની ઇંજિનિયરિંગ કોલેજ પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાન બાઇક ઉપર સવાર હતા જેમાં સામેથી આવતા ટ્રક ચાલકે આ બાઇક સવાર બે યુવાનો ઉપર ટ્રક ચડાવી દીધી હતી જેમાં ઘટના સ્થાડેજ એક યુવાનનો મૃત્યુ નીપજયું અને એક ને ઇજાઓ થતાં ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આવા અકસ્માતોના બનાવો આ જગ્યા ઉપર અવાર નવાર સર્જાતા હોય છે ત્યારે તંત્ર ને આ જગ્યા ઉપર સ્પીડ બ્રેકર લગાડવા જોઇયે જેનાથી આ જગ્યા ઉપર વાહનો ધીમી ઘતીએ પસાર થાય જેનાથી આવા અવર નવાર બનતા અકસ્માતો અટકાય અને જાનહાનિ ન સર્જાય અટકાય તેવી લોક માંગ ઉઠવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *