ભુજ તાલુકાનાં પાલારા જેલના ગેટ પાસે હાઇવે પર કોઈ અજાણ્યા ટેમ્પો દ્વારા થયેલ અકસ્માતમાં એક શખ્સને થઈ ગંભીર ઇજાઓ
તા :૨૩.૫.૧૮ :નો બનાવ
ભુજ તાલુકાનાં પાલારા ખાસ જેલના હાઇવે મેઇન ગેટ પાસે ખાવડા જતાં હાઇવે રોડ પર કોઈ અજાણ્યા ટેમ્પો ૪૦૭ ના ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પૂર ઝડપે અને બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી મહાદેવભાઇ લક્ષમણ સોલંકી ની સાથે નોકરી કરતાં વક્તાભાઇને ડાબા હાથે ફેકચર તથા માથાના ભાગે ગંભીર પ્રકારની તથા શરીરમાં ઓછીવતી ઇજાઓ પહોંચાડી પોતાના કબ્જાનો ટેમ્પો ૪૦૭ સહિત નાસી જતાં ગુનો કર્યો હતો. જેની તપાસ ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી..
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.