અદાણી વિદ્યા મંદિર , ભદ્રેશ્વર દ્વારા અંતરિયાળ ગામોમાં શેરી શિક્ષણ શરુ કરાયું

અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર શાળામાં આજુબાજુના દસથી વધુ ગામોના બાળકો અભ્યાસ કરે છે. આ શાળા માછીમાર સમુદાયના બાળકોને તથા આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને પ્રવેશ આપી શિક્ષણ આપે છે જેની વિશેષતા એ છે કે નિશુલ્ક શિક્ષણ, પાઠ્યપુસ્તક, નોટબુક, અલ્પાહાર, બપોરનું સાત્વિક ભોજન, યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સહાય વિનામૂલ્યે પૂરી પાડે છે.
ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો માટે આશીર્વાદરૂપ આ શાળા કરોના ને કારણે છેલ્લા દોઢ વર્ષથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હોવાથી શાળાનું મકાન બાળક વિહોણું બન્યું અને સમગ્ર માનવ સમુદાયને માત્ર જીવ બચાવવાની કવાયત કરવી પડી તથા જીવનશૈલી, જીવનનિર્વાહ ચાલવા અને આવકના સ્ત્રોતો પર ગંભીર અસરો થઈ જેમાં માનવ અને તેને સ્પર્શતી તમામ બાબતોની ગતિ અવરોધાઈ અને માનવજીવન જાણે દુષ્કર થઈ પડ્યું. કોરોના કાળમાં અદાણી વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા કટ્ટીબદ્ધ છે. આવા સમયે “શાળા બંધ પણ શિક્ષણ નહિ” આ સુત્રને સાકાર કરવા શાળા તથા અદાણી ફાઉન્ડેશન દ્વારા તમામ પ્રકારના પ્રયાસ કરી બાળકોમાં શિક્ષણને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ રહ્યા. જેમાં ગત વર્ષે ગુગલના જી-સૂઈટેના માધ્યમથી શાળાના તમામ વિદ્યાર્થી માટે પર્સનલ આઈડી બનાવી ઓનલાઈન શિક્ષણથી જોડવા ટેલીફોનીક, હાઉસ વિઝીટ તથા કાઉન્સીલીંગ કરી શક્ય એટલા વિદ્યાર્થીઓને સામેલ કરી શિક્ષણકાર્ય કરાવ્યું અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને વ્યક્તિગત ટેબલેટ અને એક વર્ષનું ઈન્ટરનેટની સુવિધા કરી બાળકોને શિક્ષણ આપવા કટ્ટીબદ્ધતા દર્શાવી છે. અને ફરીથી આ ચાલુ વર્ષે પણ શાળાઓ ન ખુલતાં આજુબાજુના ગામોમાં શેરી શિક્ષણના માધ્યમથી બાળકોને શિક્ષણકાર્ય કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે જેમાં માછીમાર સમુદાયના બાળકો ઉપરાંત આર્થિક રીતે પછાત બાળકોને પ્રાધાન્ય આપી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. આ કાર્ય સંપૂર્ણપણે સરકારશ્રીની ગાઈડલાઈનને અનુસરીએ છીએ. જે અમો આ ગામોમાં પ્રથમ તબક્કામાં શેરીશિક્ષણ શરૂ કરી પછી ગામલોકોના સહકાર અને આ કાર્યમાં આવતા પ્રતિસાદ અંગે વિચારીને અન્ય ગામોમાં પણ આજ રીતે બીજા તબક્કામાં શરૂ કરવા અંગે શાળાની યાદીમાં જણાવ્યું છે.