હરેશભાઇ રવજીભાઇ જાદવ ઉ.વ.૩૫ ધંધો-હિરાનો રહે.પીપરડી-૧, તા.પાલીતાણા જી.ભાવનગરવાળાએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તેનું પાલીતાણા પોપડા વિસ્તારમાં ભડીયાદ્રાની બાજુમાં,પહેલા માળે હરી ડીયામ નામનાં હિરાનાં કારખાને ૧૮ ઘંટીઓ ઉપર અંદાજીત ૭૦ જેટલા કારીગરો કામ કરે છે. ગઇ તા.૨૬/૦૬/૨૦૨૧નાં સાંજે આશરે નવેક વાગ્યે તે, મેનજર સહિતનાંઓ હિરાના કારખાને તાળા મારી ઘરે ગયેલ હતાં.બીજે દિવસે સવારે સવા સાતેક વાગ્યે બાજુના કારખાના વાળા રમેશભાઇ નરશીભાઇ સરવૈયાએ ફોન કરી તેનાં કારખાનાનાં તથા અમારા કારખાનાના તાળા તુટેલ હોવાની વાત કરતાં કારખાને આવતાં કારખાનાનાં દરવાજાનુ શટર અડધુ ખુલ્લુ હતું. અને કારખાને ઓફિસમાં તપાસ કરતાં ટેબલના ખાના ખુલ્લા હતા અને ઓફીસના ખુણામા રાખેલ લોખંડની તીજોરીને કટરથી ઉપરના ભાગેથી તથા સાઇડમાંથી કાપી તીજોરીમાં રાખેલ તૈયાર હિરા આશરે ૩૨ કેરેટ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-,ફોર.પી. હિરા આશરે ૧૮૩ કેરેટ કિ.રૂ.૫,૮૦,૦૦૦/-,રોકડ રૂ.૭૦,૦૦૦/-તથા સી.સી.ટી.વી. કેમેરાનુ ડી.વી.આર. કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ રૂ.૮,૫૫,૦૦૦/- નાં મુદ્દામાલની કોઇ ચોરી કરી લઇ ગયેલ હોવાનું જણાય આવેલ. જે અંગે ઉપરોકત ફરિયાદ દાખલ કરવામાં આવેલ.આ ગુન્હાની તપાસ એન.એમ.ચૌધરી પો.ઇન્સ.,પાલીતાણા ટાઉન પો.સ્ટે., ભાવનગર નાંઓએ સંભાળેલ હતી. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક, જયપાલસિંહ રાઠોડ સાહેબે આર.ડી.જાડેજા ના.પો.અધિક્ષક,પાલીતાણા વિભાગ,પાલીતાણા, વી.વી.ઓડેદરા પોલીસ ઇન્સ,એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર તથા એન.એમ. ચૌધરી પો.ઇન્સ., પાલીતાણા ટાઉન પો.સ્ટે.નાંઓને આ ગુન્હો શોધી આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. આ ગુન્હાની તપાસ ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સીસથી ઝીણવટભરી રીતે કરી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે. નાં સ્ટાફનાં માણસોએ પાલીતાણા શહેર વિસ્તારમાં નેત્ર તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ગુન્હાનાં આરોપી ઓને શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવેલ. આ સાથે-સાથે આવાં પ્રકારનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ માણસોની પણ ખુબ જ ઝીણવટભરી રીતે પુછપરછ કરવામાં આવેલ. આ તપાસમાં ટેકનીકલ સેલનો ખુબ જ મહત્વ નો રોલ હોય.જેથી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી માહિતી મેળવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવેલ. આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટાફ ઉપરોકત ચોરીનાં ગુન્હાની તપાસમાં હતાં.તે દરમ્યાન સંયુકત રીતે માહિતી મળી આવેલ કે, આ ચોરીમાં સંડોવાયેલ બે માણસો હિરા વેચાણ કરવા માટે માલપરા ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવેલ બાપા સીતારામની મઢી પાસે ઉભા છે. જેથી આ બાતમી આધારે તે જગ્યાએ જઇ તપાસ કરતાં મળેલ હકિકતનાં વર્ણન વાળા રાજુભાઇ લાલજીભાઇ ઠુમ્મર ઉ.વ.૩૫ ધંધો-ખેતી કામ રહે.પ્લોટ વિસ્તાર,ગાધકડા, તા.સાવર કુંડલા જી.અમરેલી તથા રમેશભાઇ જેરામભાઇ ખોખર ઉ.વ.૫૮ રહે.સી-૨૮૦,પ્રમુખ સાંઇ સોસાયટી,યોગી ચોક,સુરતવાળા મળી આવેલ. તેઓ બંનેને પોલીસ સ્ટેશન લાવી તેઓ બંને ઇસમો પાસેથી તૈયાર હિરા કેરેટ-૨૩.૨૯ કેરેટ કિ.રૂ.૨,૩૦,૦૦૦/- તથા ફોર પી હિરા-૫૨.૫૦ કેરેટ કિ.રૂ.૧,૬૦,૦૦૦/- તથા મોબાઇલ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૩,૯૫,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જે અંગે તેઓની પુછપરછ કરતાં આ હિરા તેઓએ બંને ઉપરોકત જગ્યાએ ચોરી કરી મેળવેલ તે પૈકીનાં હોવાની કબુલાત કરેલ.જેથી તેઓ બંનેને હસ્તગત કરી કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યેથી તેઓ બંનેની અટકાયત કરી ચોરીમાં ગયેલ બાકીનાં હિરા,રોકડ રકમ વિગેરે મુદ્દામાલ કબ્જે કરવા માટે તજવીજ કરવામાં આવશે. આ ગુન્હાનાં આરોપીઓ પૈકી રાજુભાઇ લાલજીભાઇ ઠુમ્મર અગાઉ સુરત શહેરમાં એ.ટી.એમ. તોડવાનાં ગુન્હામાં તેમજ તાલાળામાં પણ હિરા ચોરીનાં ગુન્હામાં પકડાયેલ છે. આ બંને આરોપીઓ સુરત શહેર, કાપોદ્દા વિસ્તારમાં તિજોરી કટરથી કાપીને હિરા કિ.રૂ.૨૨,૦૦,૦૦૦/- તથા સુરત શહેર, વરાછા વિસ્તારમાં કારખાનામાંથી તપાસ હાથ ધરવામાં આવી. રિપોર્ટર એજાદશેખ ભાવનગર.