આગામી દિવસો મા કરછ ની મુલાકાતે મુખ્યમંત્રી પધારતા અંજાર ના વર્ષો પહેલા પડેલ ખાડા ઉપર અચાનક ડામર ની ચાદર ઓઢાડવામા આવેલ

5 મી ઓગસ્ટે કરછ પધારતા મુખ્યમંત્રીનો કાર્યક્રમ અંજાર નજીક ગોવર્ધન આહીર કન્યા શાળાના ઉદ્ઘાટનનો પણ કાર્યક્રમ હોવાથી અંજાર શહેર મધ્યે આવેલ કળશથી રૂટ સુધી છેલ્લા દોઢ વર્ષથી પડેલ ખાડાઓ પર અચાનક ડામરની ચાદર ઓઢાવવા તંત્ર દોડતું થયેલ હતું. દોઢ વર્ષ થી પડેલ ખાડાઓનું ગતિશીલ ગુજરાતના રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ અચાનક યુદ્ધના ધોરણે કાર્ય શરુ કરવામા આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમા કુતુહલ પામેલ હતું. તેમજ મનોમન કહ્યું હતું કે વર્ષમા એકાદ વાર મુખ્યમંત્રી દ્વારા લટાર મારવામાં આવે તો જ સમસ્યાનો અંત આવી શકે તેમ છે. અંજાર આવતા મુખ્યમંત્રીને 21 મી વરસી વીતી ગઈ છતાં કાચબાની ગતીએ ચાલતું વીર બાળભૂમિ સ્મારકનું કાર્ય પૂર્ણ કરાવે તેમજ અંજાર બાયપાસ નાગલપરથી સાપેડા તરફ અટકેલા રોડ નું કાર્ય હાથ ધરવામા આવે જેથી અંજાર શહેરમાંથી પસાર થતા ભારેથી અતી વાહનોમાંથી પ્રજાને છુટકારો મળે તેવું આમ આદમી પાર્ટી અંજાર શહેર પ્રમુખ હિરેન સોરઠીયા તેમજ પૂર્વ કરછ જિલ્લા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારાએ સંયુક્ત યાદીમાં જણાવેલ છે. રિપોર્ટ બાય : હીનલ જોષી (ચીફ બ્યૂરો-અંજાર).