નખત્રાણા તાલુકાના તલ ગામમા એક ડીપી થાંભલો ખૂબ જર્જરિત હાલતમાં

નખત્રાણા તાલુકાના તલ ગામમા એક ડીપી થાંભલો પવનના કારણે ખુબ હલી રહ્યો છે, આ થાંભલાના કારણે તલ ગામના લોકોને વરસાદમાં જોખમનો સામનો કરવો પડે તેવી શક્યતા, આ થાંભલો જ્યાં ઉભો કરવામાં આવ્યો છે તે થાંભલાની પાસે અડીને જ ગ્રામવાસીઓના ઘર આવેલ છે, વરસાદના કારણે આ થાંભલો ગ્રામવાસીઓનામકાન પર પડશે તેવી શક્યતા, તલના ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ આ થાંભલો ક્રેક થઈ ગયો છે, આ થાંભલાની વારંવાર ગ્રામજનો એ ફરિયાદ કરી હતી, છતાં પણ હજી સુધી તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી બાર મહિના થવા આવ્યા, તો જીઈબીના ક્રમચારીઓ એ જણાવ્યું હતું અમારા બધા સ્ટાફ કામ પર ગયેલ છે આવશે તો તમારી આ ડીપી થાંભલાની સમસ્યા હલ થઈ જશે એવું તલના રહેવાસીઓ એ જણાવ્યું હતું. અહેવાલ : અબુબકર ભાઈ લૈયારી નખત્રાણા કચ્છ.અહેવાલ,જત મોલાના અબુબકર ભાઈ લૈયારી નખત્રાણા કચ્છ