દેશલપર નજીક એસટી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત, અંદાજે ૨ થી ૩ વર્ષની બાળકીનું મોત 7 લોકો ઘાયલ


ભુજ તાલુકાના દેશલપર પાસે એસટી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અંદાજે ૨ થી ૩ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હતું. જ્યારે ૭ જેટલા લોકોને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા ખસેડવામાં આવ્યા હતા. તો સ્થાનિકે મળતી માહિતી પ્રમાણે એસટી ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતથી ભુજ નખત્રાણા હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. રીપોર્ટ બાય: કરણ વાઘેલા સાથે કેમેરામેન નાઝીમ કેવર (ભુજ).


