એસીબીને મળી મોટી સફળતા કુકમાના સરપંચ વતી તેમના પતિ સહિત ત્રણ ઈસમો રૂ.૪ લાખની લાંચ લેતા ઝડપાયા

– એક જાગૃત નાગરિક છે ફરિયાદી , આરોપી (૧)કંકુબેન અમરતભાઈ મારવાડા સરપંચ-કુકમા જુથ પંચાયત , તા-ભૂજ જી-ભૂજ., (2)અમૃતભાઈ બેચરભાઈ મારવાડા , સરપંચના પતિ તથા ગ્રામ પંચાયત સભ્ય ,(૩) રવજીભાઈ આચુભાઈ બોચીયા સરપંચના સંબંધી, (૪)રીતેશભાઈ રવજીભાઈ બોચીયા સરપંચ ના સંબંધી .લાંચની માંગણીની રકમ- રૂ.૫,૦૦,૦૦૦/-લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ. રૂ.૪,૦૦,૦૦૦/-લાંચની રીકવરીની રકમઃ- રૂ. રૂ.૪,૦૦,૦૦૦/-બનાવનું સ્થળઃ-મહાદેવ ગેટ પાસે હમીરસર તળાવ,ભૂજ., ગુન્હાની વિગત:- આ કામના ફરીયાદી એક માઈન્સ અને મીનરલ્સ કંપનીમાં રેવન્યુને લગતું કામ કરતા હોય ,આ કંપની ના ઔઘોગીક બાંઘકામ કરવા માટે ગ્રામ પંચાયતની આકારણી તથા બાંઘકામ મંજૂરી કરી આપવા અને કંપની વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહી કરવા મહીલા સરપંચે આ કામના ફરિયાદી પાસે થી પાંચ લાખ રુપીયાની લાંચ માંગેલ અને અગાઉ એક લાખ રુપીયા લાંચ રુપે લઈ લીઘેલ બાકીના ચાર લાખની લાંચ માટે તેઓએ ફરિયાદીને જણાવેલ કે આ નાણાં ની રકમ વધારે હોય તે લેવા મારા વતી મારા પતિ તથા અન્ય સંબંધીઓ તમારો સંપર્ક કરશે ત્યારે તમે આ નાણાં તેમને આપી દેશો અને અન્ય વહીવટી બાબતો મારા વતી તેઓ તમોને કહેશે.