જાણો ‘Race 3’ ક્યા સ્ટાર્સને કેટલી મળી ફી
હાલમાં સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-3 ખૂબ ચર્ચામાં છે. જેનું કારણ છે ફિલ્મનું ધમાકેદાર ટ્રેલરથી લઈને સલમાન ખાનનો એક્શન અંદાજ અને બોબી દેઓલની વાપસી. ફિલ્મના અત્યાર સુધી બે ગીત રિલીઝ થયા છે. ત્યાર બાદ ફેન્સની આતૂરતા વધી ગઈ છે. રેસ સીરીઝની પ્રથમ બે શાનદાર ફિલ્મ બાદ રેસ 3ને લઈને ઓડિયન્સને ઘણી આશા છે. જ્યારે મેકર્સ પણ ફિલ્મ પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી રહ્યા. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ‘રેસ 3’માં સલમાન ખાન, અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલિન ફર્નાન્ડીઝ, ડેઝી શાહ અને શાકિબ શલીમ જોવા મળશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મને રેમો ડીસોઝાએ ડિરેક્ટ કરી છે. પરંતુ શું તમે જાણો છો સલમાનથી લઈને અનિલ કપૂર સુધીના સ્ટાર્સને ફિલ્મ માટે કેટલી કિંમત ચૂકવાઈ છે? આ સ્ટાર્સને કરોડોમાં મળેલી કિંમત જાણીને તમે ચોંકી જશો. ફિલ્મમાં સુરજનું પાત્ર ભજવી રહેલા શાકીબ સલીમને ‘રેસ 3’ માટે 1.40 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આદિત્ય પંચોલી ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવી રહ્યા છે. આ રોલ માટે તેમને 2 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. સલમાનનીની ભલામણ બાદ ડેઝી શાહને ‘રેસ 3’માં તેને સંજનાનો રોલ ઓફર કરવામાં આવ્યો છે. આ રોલ માટે એક્ટ્રેસને તોતિંગ 5.20 કરોડ રૂપિયા ફી ચૂકવવામાં આવી છે. ‘રેસ 3’ને બોલિવૂડમાં બોબી દેઓલની કમબેક ફિલ્મ તરીકે જોવામાં આવે છે. સલમાન ખાને પોતે તેને ‘ઘ મેઈન મેન ધ ફિલ્મ’નું ટેગ આપી ચૂક્યો છે. ફિલ્મમાં યશનું પાત્ર ભજવી રહેલા બોબીને 7.50 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. જેકલિન ‘રેસ’ સીરિઝના ફિલ્મમાં સતત બીજી વખત કામ કરી રહી છે. આ માટે તેને 8 કરોડ રૂપિયાની કિંમત ચૂકવાઈ છે.