દેશીહાથ બનાવટની બંદુક સાથે એક ઇશમને પકડી પાડતી આડેસર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ. બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી.રાપર સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી પ્રોહી./જુગારની ગેરકાયદેસર બદી નેસ્તનાબુદ કરવા તેમજ કાનમેર ગામે થયેલ જુથ અથડામણમા હત્યાનો ગુનો દાખલ થયેલ હોય જેમા હથિયારનો ઉપયોગ થયેલ હોય જે અંગે હથિયાર ધારા હેઠળના ગુના શોધવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સબ ઈન્સપેકટર જી.એ.ઘોરી તથા પોલીસ સ્ટાફના માણસો જનરલ નાઇટ રાઉન્ડમાં હોઇ તે દરમ્યાન પો.સ.ઇ વાય. કે ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે સ્રડેરુર રેલ્વે સ્ટેશનની બાજુમાં ર્ટેલ સિંદેક નુરમામદ હિંગોરજા ના રહેણાંક મકાનમાં કમ્પાઉન્ડ આવેલ ઝૂંપડાની બહાર લાઇટના અજવાળે ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર શરૂમાં છે. જેથી તે જગ્યાએ જઇ જુગાર ધારા મુજબની સફળ રેઇડ કરતા સિદીક નુરમામ: (હિંગોરજના રહેણાક મકાનની અગાશીમાં આરોપીઓની તપાસ કરતા એક દેશીહાથ બનાવટની બંદૂક મળી આવેલ હોઇ જે હથીયાર વિશે યુક્તિ પ્રયુક્તિથી મકાન માલિકને પુછ પરછ કરતા તેણે આ પકડાયેલ હથિયાર પોતાનુ હોવાની કબુલાત આપેલ હોય તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.