નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા ૨૩મી ઓગસ્ટથી ત્રણ દિવસ નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમનું આયોજન
ભુજ,શનિવાર;
નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા તા.૨૩/૦૮/૨૦૨૧ થી ૨૫/૦૮/૨૦૨૧ દારમિયાન ૧૫:૦૦ થી ૧૮:૦૦ કલાક નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ, મુંદ્રા રોડ, ભુજ-કચ્છ ખાતે નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં ભાગ લેવા માટે જે સભ્યોએ નોંધણી કરાવેલ છે તેમને સમયસર તાલીમમાં ભાગ લેવા હાજર રહેવા જણાવવામાં આવે છે. તેમજ જો કોઈ નવા સભ્યો તાલીમમાં ભાગ લેવા માંગતા હોય તો તાલીમ શરૂ થાય તે પુર્વે કચેરીનો સંપર્ક કરી નોંધણી કરાવવી આવશ્યક રહેશે તેવું ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર,નાગરિક સંરક્ષણ,ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.