લીમડાના ઝાડ સાથે ટ્રક ટકરાતા અકસ્માત : ડ્રાઇવરનું મોત

બાવળા : ધોળકા બગોદરા હાઈવે રોડ પર માલ ગાંગડના પાટીયા પાસે ટ્રક અકસ્માતમાં ડ્રાઇવરનું મોત થયું. પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્ર પાસિંગ વાળી ટ્રક નં.MH-18 – AP – 7866 ના ડ્રાઇવરે બગોદરા ધોળકા રોડ પર આવેલ માલ ગાંગડના પાટીયા પાસે કોઈ કારણસર સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલ લીમડાના ઝાડ સાથે ટકરાઇ હતી જેથી ડ્રાઇવર કેબિન ના ભાગ માં દબાઇ ગયેલ હતો જેમાં ડ્રાઈવર વિરેન્દ્ર ભીવસન પાટીલ રહેવાસી ગામ સાંગવી તાલુકો પારોલા જિલ્લો જલગાવ (મહારાષ્ટ્ર) ને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ બગોદરા પોલીસ ને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર