રસલિયા ગામે વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન દ્વારા 30 વિધવા બહેનો ને વિધવા સહાય આપવામાં આવી

રસલિયા ગામે વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન દ્વારા 30 વિધવા બહેનો ને વિધવા સહાય એન 10 ભાઈઓ અને બહેનોને વૃદ્ધ સહાય ના ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતુ. વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન દ્વારા 40 ભાઈઓ અને બહેનોને સરકારી લાભ લઇ આપવામાં આવ્યું. તેમજ ૨૫ જેટલા ભાઈઓને જાતિના દાખલા કાઢી આપવામાં આવ્યા તમે ૪૦ જેટલા આવકના દાખલા ઓ પણ કાઢી આપવામાં આવ્યા ૨૫ ભાઈઓને માનવ ગરીમા યોજના હેઠળ ફોર્મ ભરી આપવામાં આવ્યા ૧૫ જેટલા પશુપાલક ભાઈઓને ખાણદાણ તેમજ ચાફ કટર મશીન ના ફોર્મ ભરી આપવામાં આવ્યા તદઉપરાંત ૧૦ જેટલા ખેડૂત ભાઈઓને ખેડૂત સહાય ના ફોર્મ ભરી આપવામાં આવ્યા અને ૫૦ જેટલા ભાઈઓને નવા રાશનકાર્ડ બનાવી આપવામાં આવ્યા તેમજ અન્નપુર્ણ યોજના હેઠળ ઘઉં અને ચોખા મળે તેના માટે સિક્કાઓ પર લગાડી આપવામાં આવ્યા. હાલમાં પણ 10 વિધવા બહેનોના ફોર્મ પેન્ટિંગમાં પડેલ છે મારી પાસે હજી પેન્ટિંગમાં છે તેમજ ૧૫ જેટલા વૃદ્ધ સહાય ના ફોર્મ પણ મારી કને પડેલ છે તેનું ટૂંક સમયની અંદર પેન્શન યોજના ચાલુ થઇ જશે . એક વિધવા વ્યક્તિદીઠ સરકારી નિયમ મુજબ 1250 રૂપિયાનું પેન્શન આજીવન મળે છે તેમજ વૃધ્ધ સહાય માં એક વ્યક્તિ દીઠ જેની ઉંમર ૬૦ વર્ષથી 80 વર્ષ છે તેઓને 750 રૂપિયા તેમજ 80 વર્ષના ઉપરના ભાઈઓને વૃદ્ધ સહાય 1000 રૂપિયા સરકારી ધોરણ પ્રમાણે મળે છે રસલીયા ગામ માં આવો ઘણા બધા ફોર્મ વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન દ્વારા ભરવામાં આવ્યા આવ્યા છે . હાલમાં તમામ લોકોના પેન્શન ચાલુ થઈ ગયા છે. તારીખ 20/8/2021 રસલીયા ગામે એક મોટો કાર્યક્રમ વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યો અને 30 વિધવા બહેનો તેમજ ૧૦ વૃદ્ધ સહાય ના ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું તેમજ રાસન કાર્ડ નું પણ વિતરણ કરવામાં આવ્યું સાથે જાતિના દાખલા ઓ પણ આપવામાં આવ્યા આવકના દાખલા ઓ પણ આપવામાં આવ્યા વગેરે આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર ઉપસ્થિત નખત્રાણા તાલુકાના શિક્ષણ સમાજના પ્રમુખ રામભા.વી. જાડેજા તમે જ રસલીયા ગામના વેપારી આગેવાન પ્રદીપકુમાર સચદે . રસલીયા ગ્રામ પંચાયતના તલાટી અતુલભાઇ ભદ્ર સાહેબ હર્ષદભાઈ રાવલ વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન ના મહામંત્રી નુરમામદ સાટી અને દામોદર ભાઈ પટેલ . રમેશભાઈ લીંબાણી. શિવ ગર ગોસ્વામી .ખીમજી ભાઇ જોશી .સામત જી ભાટી .હિંમતસિંહ ભાટી. કાનજી મિસ્ત્રી .મીઠું ભા જાડેજા. દિનેશભાઈ દરજી. ઇબ્રાહીમ ખલીફા.હાસમભાઇ ખલીફા. મુબારક ખલીફા.અ દ્ર માનભાઈ જાગોરા. તમે જ રસલિયા પ્રા શાળા આચાર્ય મહેશભાઈ .ધર્મેન્દ્રસિંહ ઝાલા વિજયભાઈ પટેલ. પરિમલભાઈ વગેરે શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા વગેરે ગામના યુવાનો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળતા બનાવવામાં આવ્યો હતો અને ર સલિયા ગામની વિધવા બહેનોના ઓર્ડર વિતરણ કરી અને એક ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સો જેટલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અલ્પઆહારની વ્યવસ્થા ની પણ કરવામાં આવી હતી દાતાઓ દ્વારા. વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન રસલીયા પ્રમુખ શ્રી જુવાનસિંહ જાડેજા મહામંત્રી નુરમામદ ભાઈ સાટી.
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી