બાવળા તાલુકાના શિયાળ ગામ માં કેન્દ્ર તથા રાજ્ય સરકારની 25 સેવાઓ નો લાભ અપાયો


બાવળા:ભારત સરકારના ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ ના મત વિસ્તારમમાં આજ રોજ શિયાળ અને ધરજી ગામે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ પ્રકારની 25 યોજનાઓ નો કેમ્પ યોજવામાં આવ્યો તેમાં સરકારની વિવિધ યોજનાઓનો 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે આજ રોજ ખાસ કેમ્પ દ્વારા લોકોની ત્યાં ને ત્યાં જ વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મા વાત્સલ્ય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, આધાર કાર્ડ, કોરોના ની વેક્સિન, આવક જાતિના દાખલા ના કેન્દ્રો,જેવી વિવિધ પ્રકારની યોજનાઓ નો કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબ, ખાદીગ્રામ બોર્ડના પૂર્વ ચેરમેન કુશળસિંહ પઢેરીયા, જિલ્લા મહામંત્રી મયુરભાઈ ડાભી,જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઇ મેર, જિલ્લા સદસ્ય ઈશ્વરભાઈ મકવાણા અને છગનભાઇ કો.પ ભાજપ પ્રમુખ ચેતનસિંહ ગોહેલ તથા તાલુકા પંચાયત સદસ્ય આજુબાજુ ગામો ના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: ગોહેલ સોહિલ કુમાર