ભુજની જૂની રાવળવાડી ગણેશ મંદિર વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિકર તેમજ પ્રમુખને આવેદન પત્ર પાઠવી સમસ્યાઓની રજૂઆત કરી હતી

તારીખ 27-8-2021 ના રોજ ભુજ ની જુની રાવલવાડી ગણેશ મંદિર વિસ્તાર મા વિકાસ ગાંડો થયો છે, રોડ રસ્તા ની સમસ્યાઓ, પાણીની સમસ્યાઓ, સફાઈ ની સમસ્યાઓ વર્ષો થી અટકી પડેલી છે, ભાજપ સરકાર વિકાસની બુમો પાડી સરકાર બનાવતી હોય એવામા ભુજ ની જુની રાવલવાડી વિસ્તાર મા છેલ્લા કેટલાક વર્ષો થી ભાજપ ના કાઉન્સિલર ચુટાતા હોવા છતાય વિકાસ હજુ સુંધી દેખાયો નથી જુની રાવલવાડી ના રહીસો દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાય માત્ર આસ્વાસન મડયુ છે, એવામા આ મુદે બહુજન આર્મી તેમજ જુની રાવલવાડી ના રહીસો દ્વારા આજ-રોજ ભુજ નગરપાલિકા ના ચિફ ઓફિસર તેમજ પ્રમુખ ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી 8 દિવસ મા કામ સરુ નહી થાય તો બંધારણીય ધોરણે નગરપાલિકા સામે આંદોલન પર ઉતરવાની ફરજ પડસે… આવેદનપત્ર મા… બહુજન આર્મી ના સંસ્થાપક લખનભાઈ ધુવા જુની રાવલવાડી મહેશ્વરી સમાજ ના પ્રમુખ કાનજીભાઈ ચંદે તેમજ જુની રાવલવાડી ના રહીસો સાથે રહ્યા