પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના સાતુન ગામની સીમમાં થી પસાર થતી નાની પીપળી ડીસ્ટ્રીક કેનાલમાં ભ્રસ્ત્રચરનું ગાબડું..


પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકમાં નર્મદા કેનાલના કામમાં આચરવામાં આવેલ વ્યાપક ભ્રષ્ટાચાર ને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે ઠેર ઠેર ગાબડા પડવાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. આવું જ કાંઈક રાધનપુર તાલુકાના સાતુન ગામ ની સીમમાંથી પસાર થતી નાનીપીપળી ડીસ્ટ્રીક કેનાલમાં મસમોટું ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઇને ખેડૂતે કરેલ વાવેતરને મોટું નુકસાન થવા પામ્યું હતું. વારંવાર કેનાલમાં પડતા ગામડાના લઇને ખેડૂતો દ્વારા નર્મદા નિગમ સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો અધિકારીઓને જાણ કરવા છતાં પણ કોઈ ફરક્યું નહીં જેને લઈને ખેડૂતો દ્વારા કેનાલનું જાતે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
રાધનપુર તાલુકાના સાતુન ગામની સીમમાંથી પસાર થતી નાની પીપળી ડીસ્ટ્રીક કેનાલમાં આજે વહેલી સવારે પાંચ ફુટ જેવડુ ગાબડું પડ્યું હતું. કેનાલમાં પડેલા ગાબડા ને કારણે કેનાલનું પાણી આજુબાજુ ના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોએ વાવેલા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. વહેલી સવારે નાની પીપળી ડીસ્ટ્રીક કેનાલમાં પડેલ ગાબડા બાબતે ખેડૂતો દ્વારા નર્મદા નિગમના રીપેરીંગ કરવા માટે અધિકારીઓને ફોન કરી જાણ કરવામાં આવી હતી પરંતુ મોડે સુધી અધિકારી કે કોન્ટ્રાક્ટર કેનાલ ના આવતા કેનાલમાંથી વહી જતા પાણીને રોકવા ખેડૂતો દ્વારા જાતે કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. કેનાલ નજીક ખેતર ધરાવતા સાતુન ગામ ના ખેડૂત રાજાભાઈ રબારીએ જણાવ્યું હતું કે કેનલમાં પંદર દિવસથી પાણી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ પંદર દિવસમાં પાંચમી વખત કેનાલમાં ગાબડું પડયું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા કેનાલની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેને લઇને કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે ઠેર ઠેર ગાબડા પડતા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. રાધનપુર મુખ્ય કેનાલમાંથી નીકળતી નાનીપીપળી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ મા છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર પડતા ગાબડા બાબતે નર્મદા નિગમની કચેરી માં રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કેનાલ રિપેરીંગ કામ મજબૂતીથી કરાવવામાં આવતું નથી જેને લઇને કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે દર બે દિવસે એક ઠેકાણે કેનાલમાં ગાબડા પડે છે જેનું સમાર કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવતું ના હોવાનું નાડોદા ગોવિંદભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નાનીપીપળી ડિસ્ટ્રીબ્યુટર નર્મદા કેનાલમાં વારંવાર પડતા ગાબડા ને લઇને ખેડૂતોએ નર્મદા નિગમ સામે રોષ ઠાલવ્યો હતો અને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કેનાલના કામમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચારના વિરોધી ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાંપ્રત વર્ષે વરસાદ નહિવત પડવાને કારણે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતા ખેડૂતો માટે નર્મદા નિગમની ઓર બેદરકારીને કારણે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે.
બાઈટ ગોવિંદભાઈ નાડોદા
બાઈટ રાજાભાઈ રબારી
બાઈટ પ્રવીણભાઈ નાડોદા
બાઈટ ઈસુભભાઈ ધાચી
રિપોટર ભરતભાઈ સથવારા પાટણ