આમ આદમી પાર્ટી પૂર્વ કરછ દ્વારા રાજ્ય મા પ્રવર્તતી દુષ્કાળ ની પરીસ્થિતી ને ધ્યાને લઇ પશુપાલકો તેમજ ખેડૂતો ની હાલત દયનીય હોવાથી તાત્કાલીક સહાય જાહેર કરે.

આમ આદમી પાર્ટી પૂર્વ કરછ કિસાન સેલ પ્રમુખ ડાયાભાઇ આહીર ની આગેવાની હેઠળ અંજાર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામા આવેલ હતું. હાલે સમગ્ર રાજ્ય મા વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી કરછ માં પરિસ્થિતિ સર્જાઈ હોવાના કારણે ખેતી આધારિત ખેડૂતો તેમજ પશુપાલકો ની સ્થિતિ દયનીય હાલત મા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધ ના ધોરણે ત્યારે ખેડુતો ને યોગ્ય વળતર આપી જગત ના તાત નો પાક બચાવવા માટે નર્મદા નું પાણી પૂરું પાડે તથા પાક વીમા ના પૈસા આપી જગત નાં તાત ને મદદ કરવા માટે તેમજ એસડીઆરએફ થી ખેતરે ખેતરે સર્વે કરાવી હેકર દીઠ રકમ ચૂકવવામા આવે, રાહત કામો તાત્કાલિક શરૂ કરવામાં આવે.ગૌશાળા મા રાહત ભાવે ઘાસચારો પૂરો પાડવા મા આવે તેવી રજૂઆત ઐતીહાસીક અંજાર શહેર પ્રાંત કચેરી મધ્યે પૂર્વ કરછ આમ આદમી પાર્ટી પ્રમુખ ડાયાભાઇ આહીર, ગુજરાત સહ સંગઠન મંત્રી કે. કે. અન્સારી,પૂર્વ કરછ જિલ્લા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારા , આપ શહેર પ્રમુખ હિરેન સોરઠીયા,શામજીભાઈ આહીર,આપ મહિલા પ્રમુખ ગાંધીધામ રેખાબેન કેવલરામાણી ,હિરેન હડીયા મહેશભાઈ કેવલરામાણી દ્વારા આપવામા આવેલ હતું તેમજ સરકાર દ્વારા ત્વરીત ઘટતા પગલાં આગામી દિવસોમાં ભરવામા નહિ આવે તો અન્યથા પશુપાલકો તેમજ ખેડૂતો ના લોકહિત ને ધ્યાને રાખી નાછૂટકે સમગ્ર રાજ્યમાં આંદોલનાત્મક કાર્યક્રમો.યોજવામા આવશે તેવું અખબારી યાદી દ્વારા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારાએ જણાવેલ હતું.