ભુજનાં રહેવાસીઓની ઊંઘ હરામ નરસિંહમહેતા નગર ખાતે રૂપીયા ૮.૨૫ લાખની મોટી ચોરી

ભુજમાં પોલીસને ગુનેગારો ચેતવણી દેતા હોય તેમ ૪ દિવસના ટુકા સમયમાં ચોરીની ગટનાઓ સામે આવી છે. ભુજ શહેરના નરસિંહ મહેતાનગરમાં રહેતાં હવામાન કચેરીના નિર્દેશકનાં ઘરમાથી ૮.૨૫ લાખના દાગીનાની ચોરી થઈ છે. રાકેશકુમાર જાટવ તેમણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ, તેઓ રાત્રે ભોજન કરી સપરિવાર સાથે સુવા ગયાં હતા. રાત્રે તસ્કરો રસોડાની બારી તોડી અંદર પ્રવેશ્યાં હતા અને કબાટમાંથી ૨૦ તોલા સોનાના વિવિધ ધારેણા તેમજ રપ હજારની કિંમતની ટાઈટનની ૬ કાંડા ઘડિયાળ ચોરી ગયાં હતાં.
સવારે પાંચ વાગ્યે ઘરધણી ઉઠ્યાં ત્યારે નીચે આવવાના દરવાજો બહારથી બંધ કરી નાસી ગયાં હોવાનું પડ્યું હતું. જેથી પડોશીઓની મદદથી દરવાજો ખોલાવ્યો હતો. ચોરી થઈ હોવાનું જાણીને તેમણે તુરંત ૧૦૦ નંબર પર ફોને કરી પોલીસને બોલાવી હતી. ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલેખનીય છે કે, ૨૮ ઓગસ્ટની રાત્રે ભુજના અરિહંતનગરમાં રહેતાં ટ્રાન્સપોર્ટરના ઘરમાં ત્રાટકેલા તસ્કરો ચોરી કરી હતી. ટૂંકા ગાળામાં મોટી ઘરફોડના બનેલાં બનાવોથી ભુજવાસીઓની ઊંઘ હરામ થાઈ ગઈ છે.