ટ્યુસન ટીચરે જ્ઞાતિ જાણી વિધ્યાર્થીને ભણવાનું ઇન્કાર કર્યું

ભુજ તાલુકાના ડગાળા ગામે જ્યાં આઠમા ધોરણમાં દલિત છાત્રને તેની જ્ઞાતિના લીધે શિક્ષકે ટ્યુશન આપવાનો ઈન્કાર કરી દીધો છે. જાગૃત માતાએ આ શિક્ષકને એટ્રોસીટીની ફરિયાદ હેઠળ ફીટ કરી દીધો છે. ડગાળામાં રહેતા બેલાબેન વેલજીભાઈ મેરીયાનો પુત્ર ગઈકાલે તેના મિત્રો જોડે ગામમાં નવા ટ્યુશન ક્લાસ શરૂ કરનાર ભરત ખોડાભાઈ પ્રજાપતિના ક્લાસમાં ભણવા ગયો હતો. ત્યારે, ભરતે છોકરાને ક્લાસ વચ્ચે ઊભો કરી તેનું નામ-અટક પૂછીને “હું તમારી જ્ઞાતિના છોકરાઓને ભણાવતો નથી. તમારી જ્ઞાતિના છોકરાઓને હું અલગથી ભણાવીશ’ કહી તેને ઘરે પાછો મોકલી આપ્યો હતો. એકવીસમી સદીમાં પણ ઉચ વર્ણનાં અનેક લોકોમાં દલિતો પ્રત્યે જાતિગત સૂગ દૂર થઈ નથી. તેમજ બેલાબેને પોલીસને જણાવ્યું કે તેમના દીકરાએ વીલા મોંઢે ઘેર પાછા આવીને આ વાત જણાવી હતી. જેથી તે તરત તેને લઈ ટ્યુશન ક્લાસ પર પહોંચ્યાં હતા. જ્યાં ભરતે બેલાબેનને પણ કહ્યું હતું કે “હું તમારી જ્ઞાતિના છોકરાઓને નહીં ભણાવું. મારો રુલ્સ છે. છતાંય તમારા છોકરાને ભણાવવો હોય તો તમારી જ્ઞાતિના પાંચ-છ છોકરાને ભેગાં કરી અલગ રૂમ આપો તો હું ભણાવીશ’ જાગૃત માતાએ ટ્યુશન ટીચર વિરુધ્ધ પધ્ધર પોલીસ મથકે એટ્રોસીટી એક્ટની કલમ ૩ (૧) (s) હેઠળ ફરિયાદ નોંધાવી છે.