આગામી ૧૭ ઓગસ્ટના રોજ યોજાનારી ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લઇ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા

રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જે રીતે આગામી 17 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી માટેના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી અને પરત પોતાના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવા આવી પહોંચ્યા હતા જે રીતે ઉપલેટા માર્કેટીંગ યાર્ડની આગામી 17 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે 5 ઓગસ્ટના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જે બાદ 6 ઓગસ્ટના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ આગામી તારીખ સાત અને 8 ઓગસ્ટના રોજ ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે અને ત્યારબાદ આગામી તારીખ 9 ઓગસ્ટના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે ત્યારે આગામી 17 ઓગસ્ટના રોજ ઉપલેટા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે આગામી 17 ઓગસ્ટના રોજ યોજાનારી ચૂંટણીના ફોર્મ રજુ કરવા માટે ઉમેદવારો બહોળી સંખ્યામાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે આવનારી ચૂંટણીમાં પોતે જીત પણ મેળવશે તેવી પણ ઉમેદવારોએ મીડિયા સમક્ષ આશા વ્યક્ત કરતા માલૂમ પડયા હતા.

બાઈટ (૧):- હરિભાઈ ઠુમ્મર, ઉમેદવાર

બાઈટ (૨):- રમણીકભાઈ લાડાણી, ઉમેદવાર

રિપોર્ટ:-જયેશ મારડિયા-ઉપલેટા