ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે.


આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 27 વાર નોબેલ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યા હતા.1954 માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. તેથી આ દિવસને ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે.શિક્ષક આપણા સમાજનુ નિર્માણ કરે છે. બીજી બાજુ તે આપણા માર્ગદર્શક હોય છે. શિક્ષકનુ સ્થાન માતા પિતાથી પણ ઉંચુ હોય છે. માતા પિતા બાળકોને જન્મ જરૂર આપે છે પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવલ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. તેથી આપણે ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જઈએ આપણે આપણા શિક્ષકોને ક્યારેય ન ભુલવુ જોઈએ, શશીધન ડે સ્કુલ માં ટીચર્સ ડે નિમિત્તે તુલસી ના છોડ આપી ટિચર ડે ની ઉજવણી કરવામાં આવી સ્કૂલમાં સ્કૂલના સ્ટાફ ને પ્રિન્સિપાલ દ્વારા તુલસીના છોડ આપી teacher day ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ટીચરોએ ઘણા લાંબા સમય પછી સ્કૂલમાં આ રીત ની ઉજવણી કરી હતી જેના પગલે ગરબા,ડાન્સ કરી એકબીજા ને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી ટીચર ડે ની ઉજવણી કરવામાં આવી હતી shashidhan day school ના કન્વીનર રશીદા વાસણવાળાએ shashidhan day school અને સમગ્ર વિશ્વના ટીચર્સ ને ટીચર ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર અનવર ખાન પઠાણ