રાજયમંત્રી વાસણભાઇ આહિર કચ્છના પ્રવાસે

ભુજ, બુધવારઃ
રાજયમંત્રી વાસણભાઇ આહિર તા.૧૦/૯ થી ૧૩/૯ સુધી કચ્છ જિલ્લાની મુલાકાત આવી રહયા છે. તેઓ ૧૦મીએ સવારે ૧૦.૩૦ કલાકે ધારાસભ્ય કાર્યાલય, અંજાર ખાતે લોકસંપર્ક યોજશે. ૧૧મીએ બપોરે ૧૨ કલાકે કલેક્ટર કચેરી-ભુજ ખાતે કોવિડ-૧૯ તેમજ જિલ્લાના પ્રવાસન વિભાગના વિકાસ કામો તથા યોજનાઓ અંગેની બેઠકમાં હાજરી આપશે. ૧૨મીએ સવારે ૯.૩૦ કલાકે વાલારમ આશ્રમ, નારાયણ સરોવર ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને યોજાનાર મદ ભગવત જ્ઞાનયજ્ઞમાં હાજરી આપશે. ૧૩મીએ સવારે ૧૦.૩૦ કલાકે લાખોંદ, તા.ભુજ ખાતે જખદાદા મંદિરના બિકેટી કંપની દ્વારા બનાવેલા શેડના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.