રાપર તાલુકા ના રવ ગામે વિજળી પડતાં સતર બકરી ના મોત

ગત રાત્રે રાપર તાલુકા મા વરસાદ ના ઝાપટા વરસ્યા હતા તે દરમિયાન રાપર તાલુકાના રવ ગામ નજીક આવેલ મોણકા તરફ જતા માર્ગ પર આવેલ ખેતરમાં પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગયેલા રવ ગામના માલધારીઓ અનુક્રમે વેલા પેથા રબારીના  દસ રામા રબારી ના ભુતાના  પાંચ રબારી ભટા પેથા  ના બે બકરા વિજળી પડતાં રાત્રે મરણ પામ્યા હતા આ અંગે ની જાણ તલાટી હિતેશ પ્રજાપતિ ને કરવામાં આવી હતી જે અંગે ની જાણ રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા ને થતાં ધટના સ્થળ પર વેટરનરી ડોકટર આરતી કાપડી સર્કલ ઓફિસર અરવિંદ ઠક્કર તલાટી હિતેશ પ્રજાપતિ તાલુકા પંચાયત સદસ્ય મયુરીબા શકિતસિંહ જાડેજા દેવેન્દ્ર સિંહ જાડેજા વિગેરે ધટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મરણ જનાર બકરા નું સ્થળ પર વેટરનરી ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું આમ વિજળી પડવા થી માલધારી પરિવાર ના સતર બકરીના મોત થયા હતા અને ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી વિજળી નજીક ના લીમડાના ઝાડ પર પડી હતી જેની નીચે વરસાદ થી બચવા માટે બકરી નું ઘણ વરસાદ થી બચવા માટે આવ્યા હતાં અને અચાનક વિજળી પડતાં આ ગંભીર બનાવ બન્યો હતો