કલિયુગમાં ચમત્કાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી

જય લક્ષ્મીનારાયણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી. પરંતુ આજે કલિયુગમાં ચમત્કાર વગર નમસ્કાર ને કોઈ માનતું નથી. અંજાર તાલુકાના ખેડાઈ ગામે એક અદ્ભુત ઘટના ઘટી હતી. ખેડોઈ ગામમાં પટેલ વાસમાં લક્ષ્મીનારાયણ ચોકમાં 75 વર્ષ જૂનુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ નું મંદિર આવેલું છે. જેનુ શિખર જર્જરિત થતાં વિધિવિધાન સાથે આજરોજ તારીખ 8.9. 2021 ના હોમ હવન દ્વારા નવું શિખર કરવા માટે જુના શિખરને હટાવતા તે જગ્યાએ 75 વર્ષ જૂનો તાંબાનો સિક્કો નીકળ્યો તેમાં મંદિર કયા વખતે અને કઈ તારીખે બનાવેલ છે તેનો ઉલ્લેખ જોવા મળ્યો. અને નવાઈની વાત તો એ છે કે,.. સિક્કા ની નીચે 75 વર્ષ જૂની લાપસી ની પ્રસાદી નીકળી. પ્રસાદી ને જોતા ખ્યાલ આવે કે જાણે પ્રસાદી હમણાં જ તાજી બનાવેલી હોય તેવી ઘી ની સુગંધ આવે છે.ઇશ્વર ની હાજરી સમજો કે વૈજ્ઞાનિક કરામત સમજો જે હોય તે ભાવિક ભક્તો લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલી પ્રસાદને આરોગી હતી. અને લક્ષ્મી નારાયણ ભગવાન પ્રત્યેક્ષ હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
જીતેન્દ્રસિંહ જાડેજા.ખેડોઈ