અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીદાદાની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીદાદાની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. અને ગણેશ મહોત્સવનો ભકતોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અને ગણપતિ બાપા મોરિયા નાદથી  ગણેશજી દાદાનું ડી.જે તેમજ ઢોલ-નગારાના તાલ સાથે ગણપતિ દાદાનું આગમન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજુલા શહેરના અનેક વિસ્તારોમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.અને પૂજા અર્ચના કરી હતી. રાજુલા શહેરના ધોળીયો ડુંગર, કુંભારવાડા વિસ્તાર, હવેલી ચોક,શીવાજી ચોક, યાદવ ચોક, જેવા અનેક વિસ્તારોમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અને કોરોનાની ગાઈડલાઈન મુજબ ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે….

બાઈટ ૧:- ગિરધરભાઈ ઉનાગર, (રાજુલા શિક્ષણ સમિતિ ચેરમેન,)

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા…