પાટણ જિલ્લા ના રાધનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી

        રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો આવતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેનો ખ્યાલ રાખી તમામ ઉત્સવો ઉજવવા માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે જેને લઇને પાટણ જિલ્લાના રાધનપુર શહેરના લાલબાગ વિસ્તાર અને ભોજક વાસ વિસ્તારમાં ગણેશ ઉત્સવ ને લઈને ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી વિસ્તારના યુવાનો અને મહિલાઓ દ્વારા વાજતેગાજતે ભગવાન ગણપતિની મૂર્તિ ભોજકવાસ વિસ્તારમાં લાવવામાં આવી હતી. અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસ્તારના લોકો દ્વારા ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. મુર્તિની સ્થાપના બાદ વિદ્વાન પંડિત દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવી હતી. વિસ્તારના લોકો દ્વારા ગણપતિ મહારાજની આરતી કરવામાં આવી હતી. ગણપતિજીની મૂર્તિ ની સ્થાપના વખતે પૂજનવિધીમાં વિસ્તારમાંથી મહિલાઓ અને વડીલો યુવાનો સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા. વિસ્તારમાં ગણપતિ મહોત્સવ બે દિવસ માટે ચાલશે જેમાં સવાર સાંજ આરતી તેમજ રાત્રે ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમમાં સરકાર દ્વારા જાહેર કરેલ કોરોના ગાઈડ લાઈનનો વિસ્તારના લોકો દ્વારા ચૂસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો.

રિપોટર ભરતભાઈ સથવારા પાટણ