વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને થનાર કાર્યક્રમોની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરાઇ

ભુજ, ગુરૂવારઃ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિને યોજાનારા ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત આજરોજ કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાસ્તરેથી પૂર્વતૈયારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.
૧૭મીએ યોજાનાર ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ ૧૯ સ્થળોએ અપાનાર વિવિધ સરકારી સહાયો અને તે અંગે કરાએલ પૂર્વ તૈયારી બાબતે કલેકટર પ્રવિણા ડી.કે.એ જિલ્લા પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ચીફ ઓફિસરઓ, શિક્ષણાધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી અને નોડલ ઓફિસરઓ પાસેથી વર્ચ્યુઅલ મીટીંગથી પૂર્વ તૈયારીની તમામ વિગતો જાણી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન તેમજ આદેશ કર્યા હતા. આ બેઠકમાં દસ તાલુકા અને સાત નગરપાલિકા ઉપરાંત ભુજ અને ગાંધીધામ શહેર ખાતે પણ અન્ય બે કાર્યક્રમોની વ્યવસ્થા સાથે ઉજ્જવલા-૨, સ્વચ્છ ભારત મિશન તેમજ મુખ્યમંત્રી બાળ સહાય યોજના અને કોરોના વેકસીનેશનના પ્રથમ ડોઝના ૧૦૦ ટકા કોરોના રસીકરણ કરેલા ગ્રામ સરપંચોના સન્માન અને ગ્રાસરૂટ લેવલ સુધી વેકસીનેશનની તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જે પૈકી કલેકટરએ તાલુકાવાર ભુજ પ્રાંત અતિરાગ ચપલોત, અંજાર પ્રાંત ડો.વી.કે.જોશી, નાયબ કલેકટર કલ્પેશ કોરડીયા, ભચાઉ ભગીરથસિંહ ઝાલા તેમજ માંડવી-મુન્દ્રા માટે મુન્દ્રા પ્રાંત કે.જી.ચૌધરી તેમજ અબડાસા માટે પ્રાંત પ્રવિણસિંહ જૈતાવત અને નખત્રાણા માટે પ્રાંત ડો.મેહુલ બરાસરા અને લખપત મામલતદાર એ.એન.સોલંકી અને રાપર માટે પ્રાંતશ્રી જયકુમાર રાવળ સાથે કોરોના વેકસીનેશન કામગીરી બાબતે વિગતે છણાવટ કરી દરેકને કોરોના વેકસીનેશન મહાઝુંબેશ હેઠળ તા.૧૭/૯/૨૦૨૧ના રોજ ૧.૮૦ લાખ રસીકરણ મહાઝુંબેશના લક્ષ્યને સિધ્ધ કરવા અનુરોધ કર્યો હતો. કલેકટરએ આરોગ્ય અને શિક્ષણ તેમજ મહેસુલના તમામ કર્મીઓ અને દરેકને કોરોના રસીકરણ મહાઝુંબેશમાં સાંકળી લઇ રસીકરણના લક્ષ્યને સિધ્ધ કરવા સંકળાયેલા સૌને અનુરોધ કરી તેમજ જોઇતી સગવડો અને વ્યવસ્થા તેમજ તકલીફો બાબતે તત્કાળ ઉકેલના સૂચનો પણ કર્યા હતા. નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ ગરીબોની બેલી સરકાર કાર્યક્રમની બ્રીફ રજુ કરી આ સંદર્ભે કરાએલ વ્યવસ્થાઓની વિગતો રજુ કરી હતી તેમજ આ માટે નિમાએલા અધિકારી સર્વઓ અંગે જાણ કરી હતી. ૧૭મીના રોજ ચાર યોજના હેઠળ કરાએલી તૈયારી અને વિગતો પણ તેમણે રજુ કરી હતી. જિલ્લા વિકાસઅધિકારી ભવ્ય વર્માએ કલેકટર પ્રવિણા ડી.કે.ના અનુરોધથી જિલ્લામાં ૧.૮૦ લાખ રસીકરણ મહાઝુંબેશ લક્ષ્યને પ્રાથમિક સ્તરથી લઇ ઉચ્ચકક્ષા સુધી દરેક પાસેથી કેવી રીતે સિધ્ધ કરી શકાશે તેની વિસ્તૃત સમજ આપી જિલ્લામાં ૫૦૦ વેકસીનેશન સેન્ટર દ્વારા કેવી રીતે અમલીકરણ કરાશે તે સબંધિતોને જણાવ્યું હતું. વર્માએ કલેકટર સાથે સબંધિતોને જણાવ્યું હતું કે, માત્ર આરોગ્ય જ નહીં પણ આ કામગીરી સાથે સંકળાયેલા તમામે સમાજ અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, ઉધોગકારો અને ગ્રામસેવકોથી લઇ તમામને વેકસીનેશનમાં સાંકળી લક્ષ્યને સિધ્ધ કરીએ એમ જણાવ્યું હતું. તમામે ભગીરથ પ્રયત્નો કરી ૧૦૦ ટકા વેકસીનેશનના લક્ષ્યને સિધ્ધ કરવા પણ કલેકટરએ સૌને અનુરોધ કર્યો હતો. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વ આસ્થા સોલંકી, જી.ડી.પ્રજાપતિ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, ભુજ શહેર મામલતદાર સી.આર.પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, આર એન્ડ બી. કાર્યપાલક ઈજનેર વી.એન.વાઘેલા, જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજર કનક ડેર, આઇસીડીએસ અધિકારી ઈરાબેન ચૌહાણ, તેમજ નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયા, અને સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.