માંડવી દરિયાકાંઠે સ્વચ્છ સમુદ્ર અભિયાનનું આયોજન

ભુજ,ગુરૂવાર;
“આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે” ના ભાગરૂપે કોસ્ટલ ક્લીન સીઝ અભિયાન ફોકલ થીમ “સ્વચ્છસાગર” પર ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ માંડવી બીચ ખાતે, કચ્છના અખાત ખાતે ઉજવવામાં આવશે. કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે દરિયાકાંઠાના વિસ્તારોના મહત્વ પર સંલગ્ન જાગૃતિ લાવવાનો છે અને આપણા પર્યાવરણને વધુ સારૂ બનાવવાનો છે.
આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી, ભુજ એ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (એનસીસીઆર), ચેન્નાઇ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ), ભારત સરકાર અને ડો.પ્રવાકર મિશ્રા, વૈજ્ઞાનિક એફ આ કાર્યક્રમના રાષ્ટ્રીય સંયોજક નેશનલ કો-ઓર્ડિનેટર છે તેની સાથે મળીને કરી રહ્યા છે.
આ કાર્યક્રમ ને ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના નિયામક ડૉ. વિ. વિજય કુમારે આ અભિયાનના સંકલન માટે સંસ્થાના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરાને નોમિનેટ કર્યા છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ડૉ.કે.કાર્તિકેયન અને સંસ્થાના કોસ્ટલ અને મરીન ઇકોલોજી વિભાગના ડૉ.એલ.પ્રભા દેવી અને વૈજ્ઞાનિકો તથા સંશોધકો કરશે.
હાલની કોવિડ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને, આરએચપી ઉચ્ચતર માધ્યમિક શાળા, મસ્કાના અને સરકારી વિજ્ઞાન કોલેજ, માંડવીના વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા સાથે, ભારતીય તટરક્ષક, વન વિભાગ અને માંડવી નગરપાલિકાના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે અને અભિયાનને આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાના સ્વચ્છ સમુદ્ર દિવસને સફળ બનાવવા માટે કાર્ય કરશે. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ દરિયાકાંઠાના પર્યાવરણને જાળવવા માટે ખાસ કરીને પ્લાસ્ટિક વગરના દરિયાકાંઠાના વાતાવરણને જાળવી રાખવા માટે લોકોમાં જનજાગૃતિ લાવવાનો છે.