નિરાધાર કુટુંબ ને સહાય અંગે વિનંતી


ઉપરોક્ત વિડિઓ માં બતાવાયેલ કુટુંબ રાજકોટ નું દેવી પૂજક કુટુંબ માધાપર આવેલ છે, આજ થી દોઢ વર્ષ પહેલાં રેખાબેન ના પતિ નું અવસાન થયેલ છે. રેખાબેન ના સાત સંતાનો છે, જેમાં 5 છોકરી અને 2 છોકરા છે. મોટી છોકરી દસ વર્ષ ની છે અને સૌથી નાનું સંતાન એક વર્ષ નું છે. જેમા એક છોકરી અપંગ છે જે બોલી ચાલી નથી શકતી.
તારીખ 13.09.21 ના રાત્રે વરસતા વરસાદ માં છોકરા ને પૂછતા જણાવ્યું કે તેની માં ખાવાનું માંગવા ગઈ છે અને છોકરા વરસાદ મા પાલડતા હોવાથી તેમને પતરા નીચે બેસાડી રાત્રે 11 વાગ્યે ખાવાનું આપ્યું છે. તેમના માટે યક્ષ મંદિર માધાપર, ભુજ સામે ભૂંગો બનાવી આપી રહેવા ની સગવડ કરી આપી છે, આ નિરાધાર 7 સંતાન અને માતા ને માટે કપડાં તથા રાસન ની સહાય જો આપ શ્રી થઈ શકે તો કરવા નમ્ર વિનંતી છે.🙏 તથા આ મેસેજ ને આગળ મોકલાવી આંગળી ચીંધ્યા નું પુણ્ય લેશો જી..
સંપર્ક :
હરીશભાઈ પંડ્યા 94262 18125
કે.આર. મેપાણી : 81607 50723