કચ્છમાં નાગરિકોની ફરિયાદ નિવારણ માટે ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦-૨૩૩-૮૬૪૬ નો પ્રારંભ
 
                
સરકારશ્રીની ગુડ ગવર્નન્સની ભાવના હેઠ્ળ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર- કલેકટરશ્રી, પ્રવિણા ડી.કે. દ્વારા કચ્છ જિલ્લાનાં નાગરીકોને પોતાના સામાન્ય પ્રશ્નો રજૂઆત / ફરીયાદ માટે જિલ્લા કક્ષાએ રૂબરૂ આવવું ન પડે તે માટે તેમજ ફરિયાદોના ત્વરીત નિકાલ થકી સરકારી યોજનાઓના ઝડપી, પારદર્શક અને સુચારૂ રૂપે અમલીકરણ કરી લોકોને સરળતાથી લાભ મળી રહે તે માટે કચ્છ જિલ્લામાં નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી, કચ્છ ખાતે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૮૬૪૬ (1800-233-8646) તા.૨૭-૦૯-૨૦૨૧ થી શરૂ કરવામાં આવશે . આ ટોલ ફ્રી નંબર પર કોઈપણ નાગરીકને જિલ્લાની કોઈ પણ વિભાગની કચેરીને લગતી રજૂઆત ફરીયાદ કે સુચન હોય તો જાહેર રજાના દિવસો સિવાય કચેરી કામકાજના સમય દરમ્યાન ફોન કરી જાણ કરી શકશે તેવું કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા જણાવાયું છે.
 
                                         
                                        