માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ૨૭મીતારીખને સોમવારે એક દિવસના કચ્છ પ્રવાસે
 
                
માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તારીખ ૨૭મીએ સોમવારના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની ખેડૂતોની શિબિરમાં ઉપસ્થિત રહેશે. ખેડૂતો માટેની આ શિબિરમાં તેઓ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરશે.
 
                                         
                                        