ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

હાલ રાજયમાં પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે રાજયમાં તા.૦૧/૦૯/૨૦૨૧ થી ૩૦/૦૯/૨૦૨૧ સુધી દિન- ૩૦ ની એન.ડી.પી.એસ. ની સ્પે. ડ્રાઇવ (ઝુંબેશ) રાખેલ હોઇ જે અન્વયે જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં એન.ડી.પી.એસ. નાં કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલા સાહેબએ એન.ડી.પી.એસ. નાં કેસો શોધી કાઢવા માટે ખાસ સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા દરમ્યાન ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે, ત્રણ ઇસમો સફેદ કલરની મારૂતી સ્વીફટ કાર જેના રજી. નં. GJ CP6970 વાળીમાં માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો રાખી ભચાઉથી ભુજ તરફ આવી રહેલ છે તે આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર ઇસમો (૧) જીતેન્દ્ર લક્ષ્મણભાઇ કોઠારી, રહે. પ્લોટ નં. ૩૦૩, જુની રાવલવાડી, પીગ્લેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભુજ (ર) ઇસ્માઇલ ઉર્ફે લડુ તારમામદ ચાકી, રહે. કેમ્પએરીયા, પીરવાળી શેરી, માંજોઠી મદ્રેસાની બાજુમાં, ભુજ (૩) અનવર અલીમામદ ખલીફા, રહે. જનતાનગરી, પીરવાળી શેરી, કેમ્પ એરીયા, ભુજ વાળાઓને તેઓનાં કબ્જાની મારૂતી સ્વીફટ કાર જેના રજી. નં. ઉ] 12 €? 6970 વાળી માંથી માદક પદાર્થ ગાંજો ૧૪ કીલો ૧૩૧ ગ્રામ કી.રા. ૧,૪૧,૩૧૦/- તથા ગુના કામે ઉપયોગમા લીધેલ મારૂતી સ્વીફટ કાર જેની કી.રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૪ કી.ર્ા. ૧૬,૦૦૦/- તથા રોકડ રૂ. ૪૫૦/- એમ કુલ- ૪,૦૭,૭૬૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ભુજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર, એસ.બી. વસાવા સા. એસ.ઓ.જી. નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલા સા. તથા એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ, નરેન્દ્રસિંહ રાણા, પો.હે.કોન્સ. મદનસિંહ જાડેજા, અશ્વિનભાઇ સોલંકી, ચેતનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઇ સોતા તથા પો.કોન્સ. ઓશકસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવી, ડ્રા. પો.કોન્સ. મહિપતસિંહ સોલંકી, ભીખાભાઇ રેંગા જોડાયેલ હતા.