કેદી જાપ્તામાંથી ફરાર થયેલ હત્યાના આરોપીને પકડી પાડતી આડેસર પોલીસ

માનનીય પોલીસ મહા નિરીક્ષક જે.આર,મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ. કે.જી.ઝાલા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ. ડી.એમ.ઝાલા સાહેબ, રાપર સર્કલ રાપર નાઓની સુચના-માર્ગદર્શન મુજબ “તા.- ૦૬/૦૯/૨૦૨૧ ના રોજ કેદી જાપ્તામાંથી હત્યાના બે આરોપીઓ નાશી ગયેલ હોય જેઓને પકડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. “જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ નાઓને પૂર્વ બાતમી મળેલ હતી કે, “તા-૦૬/૦૧૯/ર૦ર૧ ના રોજ કેદી જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીઓ પૈકી આરોપી તુલશી બાબુ કોલી રહે.સપેડા,તા.રાપર વાળો છેલ્લા કેટલાક દિવસથી ભીમાસર ગામની સીમમાં આવેલ બાવળોની ઝાડીમાં સંતાયેલ છે.” તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાની ખરાઇ કરવા સારૂ વોચ ગોઢવવામાં આવેલ હતી.તે દરમ્યાન ઉપરોક્ત આરોપી સદરહુ જગ્યાએ હાજર છે તેવુ ચોક્કસ થતા પો.સ.ઇ. બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સદરહ્‌ જગ્યાએ જઇ મજફુર ઇસમની વોચમાં રહી પકડી પાડી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

– પકડાઇ જનાર ઇસમ -તુલશી બાબુ કોલી, ઉ.વ.ર૨, ધંધો.મજુરી, રહે.સપેડા (કારૂડા), તા.રાપર, જી.ભુજ કચ્છ.

– આરોપીના ગુના

(૧) રાપર પો.સ્ટે.પાર્ટ “એ* ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦ર૧૦૦૫૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૦૨, ૩ર૮, ૧૧૪ મુજબ

– કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પો.કોન્સ.શૈલેષભાઇ ચૌધરી તથા વિષ્ણુદાન ગઢવી તથા ઇશ્વરભાઇ કાંદરી તથા સગઞથાજી મકવાણા તથા મહેન્દ્રસિંહ છાયદરા તથા જ્યંતિભાઇ ચૌધરી તથા દશરથભાઇ ચૌધરી તથા ડ્રા.પો.કોન્સ.ભગવાનભાઇ ચૌધરી નાઓએ સાથે રહીને કરેલ છે.