ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવોની ઝૂબેશ સખ્ત કરાઇ છે આ અંગે દબાણ હેઠણ આવેલી જમીન સ્વેચ્છિક દબાણો ફટાવે નહિતર આકરી કર્યેવાહી માટે તૈયાર રહે તેવા આદેશો પણ આપવામાં આવ્યા છે

ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ હવે આ ઝુંબેશ સખત બનાવવામાં આવી છે ભુજ શહેરમાં તમામ વિસ્તારના દબાણ નહીં હટાવાય તો તેમના સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેના નિર્દેશો પણ જારી કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મુકાયો હવે શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં કાચી કેબીનોની જગ્યાએ પાંકું બાંધકામ કરવામાં આવતું હોય છે. ભુજ શહેરોના અનેક વિસ્તારોમાં જ્યાં પાર્કિંગની જગ્યા હોય તે જગ્યા પર દબાણ થયેલા જોવા મળે છે ભુજ છઢ્હીબારી રીંગ રોડ, અનમ રોડ , ભીડ વિસ્તાર , સરપટ ગેટ , આત્મારામ સર્કલ જેવા અનેક વિસ્તારોમાં દબાણોની જમીન કબ્જે કરી લેવામાં આવ્યો છે. આ દબાણકારો ને આદેશ આપયા છે કે તેઓ સ્વેચ્છિક દબાણ ફટવે. જો તેવું નહીં કરે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે .