ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય કચ્છ જિલ્લાના પ્રવાસે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય તા.૨૯/૯ થી ૧/૧૦ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨૯મીએ બપોરે ૧૪.૩૦ કલાકે આડેસર ખાતે ધનાણી મીરાણી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ તેમજ ખેતરપાળ દાદાના મંદિરના દર્શન કરશે. ૧૫.૩૦ કલાકે સામખીયાળી ખાતે સન્માન કાર્યક્રમ. સાંજે ૧૬ કલાકે ભચાઉ મધ્યે લોહાણા મહાજન સમાજની વાડી ખાતે સન્માન કાર્યક્રમ અને સભામાં ઉપસ્થિત રહેશે. ૧૯ કલાકે ટાઉનહોલ, ભુજ ખાતે સન્માન કાર્યક્રમ અને સભામાં હાજરી આપશે. ૩૦મીએ સવારે ૯ કલાકે નારાયણ સરોવર ખાતે કોટેશ્વર મહાદેવના દર્શન અને સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૦.૩૦ કલાકે દયાપર ખાતે લોહાણા મહાજન સમાજની વાડી ખાતે ભવ્ય સન્માન કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૧.૩૦ કલાકે માતાના મઢ ખાતે સન્માન અને દર્શન કાર્યક્રમમાં હાજર રહેશે. બપોરે ૧૨.૩૦ કલાકે નખત્રાણા ખાતે લોહાણા મહાજન સમાજની વાડી ખાતે ભવ્ય સન્માન કાર્યક્રમ અને સભામાં ઉપસ્થિત રહેશે. સાંજે ૧૬.૩૦ કલાકે ભુજ તાલુકાના માધાપર ખાતે લોહાણા મહાજન સમાજની વાડી ખાતે ભવ્ય સન્માન કાર્યક્રમ અને સભામાં હાજરી આપશે. સાંજે ૧૮.૩૦ કલાકે ટાઉનહોલ, અંજાર ખાતે ભવ્ય સન્માન અને સભામાં ઉપસ્થિત રહેશે. ૧લી ઓકટોબરે સવારે ૧૧ કલાકે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામ ખાતે ભવ્ય સન્માન કાર્યક્રમ અને સભામાં ઉપસ્થિત રહેશે. સાંજે ૧૭ કલાકે ટાઉનહોલ, રાપર મધ્યે ભવ્ય સન્માન અને સભામાં હાજરી આપશે.