કચ્છના લોકલાડીલા વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યનો ભુજ ખાતે સન્માન સમારોહ યોજાયો


ગરવી ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે જેમનું નામ અંકિત થયું છે એવા કચ્છના લોકલાડીલા વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યનો સન્માન સમારોહ અને સભા ભુજ ટાઉનહોલ ખાતે યોજાયા હતા. ભુજ ખાતે ૧૫૮ જેટલી વિવિધ સંસ્થાઓ, મંડળ, મહાજન, સમાજ, જ્ઞાતિઓ અને રાજકીય તેમજ સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા તેમનું પુષ્પ ગુચ્છ, હાર, શાલ અને મોમેન્ટો દ્વારા ઉત્સાહભેર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. લોકોના પ્રેમ અને ઉત્સાહને વધાવતા અધ્યક્ષ ડૉ. આચાર્યે જણાવ્યું હતું કે પ્રજાના વિશ્વાસ અને પ્રેમના કારણે અમે સહુ એક વિશેષ પદને પામીએ છીએ ત્યારે પ્રજાનો વિશ્વાસ અને પ્રેમએ સૌથી મોટું એચિવમેન્ટ છે. રાજકારણ સેવાનું માધ્યમ છે. આપણે પદ માટે સેવા કરતા નથી પણ પદ એ જવાબદારી છે જે નસીબથી મળે છે પણ એથી આપણે સૌએ પોતાને મળેલી જવાબદારીના અનુરૂપ પ્રજાની સેવા કરવાની છે. કાર્યકર્તાઓનો પ્રેમ અને સૌના સહયોગથી અને પુરુષાર્થના ખભે બેસીને અમે ઉચ્ચપદ પામતા હોઇએ છીએ ત્યારે અમારી- આપણી વિશેષ ફરજ બને છે કે જનસેવા કરીએ. કચ્છમાં સૌથી પહેલા તો નર્મદાના એક મિલિયન એકરફુટ વધારાના પાણી ઝ્ડપથી કચ્છમાં મળે એવું અમે કચ્છના સૌ સાથે મળીને કરીશું. આ તકે તેમણે પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીની મહિલાઓની અમાપ અને અપાર શક્તિમાં વિશ્વાસ મુકી રાજનીતિમાં મહિલાઓને આપેલી ઉચ્ચપદની જવાબદારીઓ વિશે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ,”મહિલાઓની અમાપ શક્તિઓને રાજ્ય સરકાર પણ વિશેષ તકો આપે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિશ્વાસ પર આપણે શું ખરા ઊતરીશું અને પ્રજાના કામકાજ કરીશું. મહિલાના વિકાસ માટે સરકાર જે પ્રયત્નો કર્યા એને તેમણે વિગતે રજૂ કર્યા હતા. તેમજ સરકાર દ્વારા કચ્છને અપાએલા આ ગૌરવવંતા પદને દિપાવવાની જન અભ્યર્થના પણ તેમણે કરી હતી. પ્રસંગિક પ્રવચનમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા અને અ.પી.એમ.સી. ચેરેમેન કેશુભાઈ પટેલે આ અભિવાદન કાર્યક્રમની વિગતો રજુ કરી જણાવ્યું હતું કે, ગુજરાત ,કચ્છ અને ભુજનું આ ગૌરવ છે કે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય ને આ ગૌરવ પદ મળ્યું છે .તેમની સુદીર્ઘ કારકિર્દીમાં તેઓ કચ્છના ત્રીજા વ્યક્તિ છે કે જેમણે આ અધ્યક્ષ પદ મળ્યું છે .સૌપ્રથમ કુંદનભાઈ ધોળકિયા ત્યારબાદ ધીરુભાઈ શાહ અને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વિધાનસભામાં ગૌરવવંતુ પદ મેળવવા માટે તેમને સૌ વતી દિલથી શુભેચ્છા પાઠવી સફળતાપૂર્વક તેમનો કાર્યકાળ અને વિધાનસભા સંચાલનની ભૂમિકા ઇતિહાસમાં નોંધાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખપારુલ બેન કારા,અગ્રણી કેશુભાઈ પટેલ,પુર્વમંત્રી તારાચંદ છેડા, , ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ભાઈ ઠક્કર ઉપપ્રમુખ મંજુલાબેન ભંડેરી ,તપાસ શાહ, મુકેશ ચંદે, ગોદાવરી બેન ઠક્કર , અનવર નોડે ,બાલકૃષ્ણ મોતા. જયદીપસિંહ જાડેજા , આમદ જત, કિરણ ગણાત્રા, મુકેશ આચાર્ય, ધવલ આચાર્ય , અનિરુદ્ધ દવે , શીતલ શાહ, ગોદાવરીબેન ઠક્કર, મહેન્દ્ર ભાઈ ગઢવી, પ્રફુલ્લ સિંહ જાડેજા, તાપસ શાહ,રણવીર ભાઈ સોલંકી,નવીનભાઈ આઈ યા, કેશુ ભાઈ પટેલ, વિવિધ સમાજ અને ના અગ્રણીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.