નખત્રાણા તાલુકાના દેવીસર ગામનું ઐતિહાસિક તળાવ છલકતા શાસ્ત્રોત વિધિ થી વધાવાયું


ચાલુ વર્ષે સારા વરસાદ બાદ દેવીસર ગામનું તળાવ ઓગની જતા ગામના આગેવાનોના હાથે વધાવાયું હતું. ગામના પંડિત જેન્તીલાલ જગજીવનદાસ જોશી એ શાસ્ત્રોત વિધિ દ્વારા ગામના આગેવાન શૈલેષભાઇ આઈયા, ચંદુલાલ લીંબાણી, ડાયાલાલ રૂડાણી, મેઘજીભાઈ જોશી. પરસોતમભાઈ છાભૈયા ના હસ્તે વિધિ વિધાન સાથે વધાવાયું હતું. ગામના તરવૈયા યુવાનોએ શ્રીફળ જીલ્યું હતું, જેમાં કિશોરગર ગોસ્વામીએ પ્રથમ શ્રીફળ જીલ્યું હતું. ઈશ્વરભાઈ છાભૈયા, પ્રેમજીભાઈ પટેલ, પાર્થ પાલેજા, અશોક જોશી, અશ્વિન ઠક્કર, જગદીશ રૂડાણી, ખુશાલ ચૌહાણ, સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા