ગીરસોમનાથ જિલ્લાના ઉનાના સનખડા ગામે મકાનમાં દારૂ -બીયરનો જથ્થો ઝડપાયો

ઊનાના સનખડા ગામે ગીરસોમનાથ જીલ્લા એલસીબી બ્રાન્ચે બાતમી આધારે રેઇડ કરતા રહેણાક મકાનમાં ભાડે રહેતો યોગેશ કરણભાઇ ઝાલાએ માલઢોર રાખવાના ઢોળીયા માંથી વિદેશી દારૂની બોટલ નં.490 તેમજ બીયરના ટીન 96 કુલ કિ.રૂ.59.200નો મુદામાલ ઝડપી પાડેલ હતો. જ્યારે યોગેશ કરણ ઝાલા નાશી છુટ્યો હોય તેને ઝડપી પાડવા પોલીસે ચક્રગતિમાન કરેલ છે. આ અંગે ગીરસોમનાથ જીલ્લા એલસીબી બ્રાન્ચના રાજુભાઇ ગઢીયાએ ઉના પોલીસમાં ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગીરસોમનાથ એલસીબી સ્ટાફ દ્વારા ઉના પોલીસને અંધારામાં રાખી રેઇડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા ઉના પોલીસ સામે અનેક તર્કવિતર્કો સર્જાયેલ હતા.